જામનગરના રણજીતસાગર સહિતના ડેમો છલકાતા જામનગર તાલુકાના ધુતારપર, ધુળશિયા, અલિયાબાડા, સહિતના અનેક ગામો બેટમાં ફેરવાયા હતાં. જેના પરિણામે આ તમામ ગામોના રહેવાસીઓ, ખેડૂતો અને વેપારીઓના અનાજ પલળી અને કોહવાઈ જતાં મોટી સંખ્યામાં આવું પલળેલું અનાજ ગામની બહાર ઠલવાતા અનાજના ઢેર થયા હતાં. તો ગ્રામજનો અનાજ વિહોણા પણ બન્યા હતાં અને ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન થયેલ છે.