Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં આવતીકાલે 27,500 વેક્સિન ડોઝનું મહાઅભિયાન

જામનગર શહેરમાં આવતીકાલે 27,500 વેક્સિન ડોઝનું મહાઅભિયાન

18 વર્ષથી ઉપરના વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન : 280 આરોગ્ય કર્મચારીઓની ટીમ

- Advertisement -

આવતીકાલ તા.17/09/2021 કોવિડ વેકસીનેશન 27500 ડોઝનું મહાઅભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં 18 વર્ષથી મોટી ઉમરના તમામ કે જેઓનો કોવિડ વેકસીનેશનનો પ્રથમ ડોઝ બાકી છે તથા કોવેકસીન પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ પૂર્ણ થયેલ છે તથા કોવિશિલ્ડ લીધા બાદ 84 દિવસ પૂર્ણ થયેલ છે તેમના બીજા ડોઝ માટે સમગ્ર શહેર ભરમાં કુલ 58 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવેલ છે.આ માટે કુલ 280 આરોગ્યકર્મીઓની ટીમ કાર્યરત રહેશે. દરેક સ્થળ પર 500 વ્યકિતઓ વેક્સીન લઈ શકે તેવા પ્રકારનું આયોજન કરેલ છે.

- Advertisement -

તદ ઉપરાંત એરપોર્ટ, રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશન પર પણ વેકસીનેશન સેશનનું આયોજન કરવામાં આવેલ છે. અંદાજિત 470292 એલીજીબલ લાભાર્થીઓ સામે તા.15/09/2021 સધીમાં 396978 લાભાર્થીઓ(84.41%) પ્રથમ ડોઝમાં તથા 181909 લાભાર્થીઓ બીજા ડોઝમાં આવરી લેવામાં આવેલ છે. શહેરીજનોને આ મહાઅભિયાનનો બહોળા પ્રમાણમાં લાભ લેવા તથા કોરોના મહામારી સામે શહેરને તથા પોતાના કુટંબને સરક્ષિત કરવા પોતાનું યોગદાન આપવા અનરોધ કરવામાં આવે છે. આવતી કાલ તા.17/09/2021 થી શહેરી વિસ્તારમાં ઘર આંગણે, અનકુળ સમયે જરૂરીયાત મંદ ગરીબ અને ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોના આરોગ્યલક્ષી ધોરણો સુધારવા ”દીન દયાળ ઓષધાલય” કુલ 7 સ્થળોએ કાયન્વીત કરવામાં આવનાર છે. આ સ્થળો- 1)શાળા નં.31, 2) હાપા કુમાર શાળા, 3) શાળા નં.40, 4) શાળા નં.30, 5)વિશ્રામવાડી કેન્દૂ, 6) હિન્દી કુમાર શાળા, 7)શાળા નં.3 ખાતે દિનદયાળ ઔષધાલય કાર્યરત થશે.

આ ઓષધાલય પર સાંજે 05:00 થી રાત્રે 09:00 કલાક દરમ્યાન દર્દીઓને તબીબી ચકાસણી તથા દવાઓની સેવાઓ ઉપલબ્ધ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular