કાલાવડ તાલુકાના સતિયા ગામમાં આવેલી કોલ્ડ્રીંકસ તથા કરિયાણાની દુકાનનું સિમેન્ટનું પતરું તોડી દુકાનમાંથી રૂા.11 હજારની રોકડ રકમ અને રૂા.15,530 નો સામાન મળી કુલ રૂા.26,530 ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના સતિયા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી પૂજા પાન એન્ડ કોલ્ડ્રીંકસ તથા કરિયાણા ભંડાર નામની પાલભાઈ સબાડની દુકાનમાં ગત તા.12 ના રોજ રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને સિમેન્ટનું પતરું તોડી દુકાનમાં પ્રવેશ કરી રૂા.11 હજારની રોકડ રકમ તથા રૂા.2000 ની કિંમતની ચા ની ભૂક્કીના 10 પેકિંગ તેમજ રૂા.800 ની કિંમતની 20 કિલો ખાંડ અને રૂા.4500 ની કિંમતના 300 નંગ ફાકી (માવો/મસાલા) ના પાર્સલ, બાગબાનની તમાકુંની પડીકી, તેલના એક લીટરની બોટલ, વીમલ પાન મસાલાના નવ પેકેટ, બાકસનો બાંધો સહિતની રૂા.15530 નો સામાન અને રોકડ રકમ મળી કુલ રૂા.26530 નો માલ સામાન ચોરી કરી ગયાની વેપારી પાલાભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
પાન-મસાલાના ફાકીના પાર્સલ અને રોકડની દુકાનમાંથી ચોરી
કાલાવડ તાલુકાના સતિયા ગામમાં પાન-મસાલાની દુકાનમાં તસ્કરો ત્રાટકયા: રૂા.11 હજારની રોકડ રકમ અને કરિયાણાનો સામાન ચોરી ગયા