જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં રહેતાં બે માછીમાર ભાઈઓના દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતાં. એક જ પરીવારના બે ભાઈઓના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વોર્ડ નં.1 ના કોર્પોરેટર નુરમામદ પલેજા, જીવણભાઈ કુંભારવડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કર્ણદેવસિંહ જાડેજા તથા સહારાબેન મકવાણા તથા એડવોકેટ હારૂન પલેજા સહિતના અગ્રણીઓ આજે મૃતક ભાઈઓના પરિવારજનોને મળી અને સાંત્વના આપી હતી.