Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજિલ્લાના 45 ગામોને જુથ યોજના મારફત મળતો પાણી પુરવઠો પુનઃશરૂ કરવા તંત્ર...

જિલ્લાના 45 ગામોને જુથ યોજના મારફત મળતો પાણી પુરવઠો પુનઃશરૂ કરવા તંત્ર દ્વારા કવાયત

નુકસાન પામેલ પાઇપલાઇન તથા પમ્પિંગ મશીનરીઓના સમારકામની કામગીરી શરૂ

- Advertisement -

જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની પાઈપ લાઈન તથા પમ્પીંગ મશીનરીઓને નુકસાન થયેલ છે જેના કારણે જામનગર તાલુકાનાં ૩, લાલપુર તાલુકાનાં ૫, ધ્રોલ તાલુકાનાં ૧૫, જોડીયા તાલુકાનાં ૭ અને કાલાવડ તાલુકાનાં ૧૫ ગામોને જુથ યોજના મારફત મળતો પાણી પુરવઠો ખોરવાયેલ છે જે ગામો હાલ સ્થાનીક સોર્સમાંથી પાણી મેળવે છે આ નુકસાન થયેલ ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની પાઈપ લાઈન તથા પમ્પીંગ મશીનરીની રીપેરીંગની કામગીરી તાકીદનાં ધોરણે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે અને આગામી ચાર દિવસમાં આ કામગીરી પુર્ણ કરી ઉપરોક્ત ૪૫ ગામોને જુથ યોજના મારફત પાણી પુરવઠો ફરીથી મળતો થઈ જશે તેમ જામનગર જિલ્લા પાણી પુરવઠા બોર્ડનાં કાર્યપાલક ઇજનેરની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular