Friday, December 5, 2025
Homeરાજ્યલાલપુર તાલુકાના મોડપરના જૈન દેરાસરમાંથી ચોરી

લાલપુર તાલુકાના મોડપરના જૈન દેરાસરમાંથી ચોરી

લાલપુર તાલુકાના મોડપર ગામમાં આવેલા જૈન દેરાસરમાં સોમવારની રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મુખ્ય દરવાજાનો નકૂચો તોડી પ્રવેશ કરી દાન પેટીનું તાળુ તોડી તેમાંથી રૂા.30 હજારની રોકડ રકમની ચોરી કરી નાશી ગયા હતાં.

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોડપર ગામમાં આવેલા જૈન દેરાસરમાં સોમવારે રાત્રિના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને દેરાસરના મુખ્ય દરવાજાનો નકૂચો કોઇ સાધન વડે તોડીને દેરાસરમાં પ્રવેશી દાન પેટીનું તાળુ તોડી તેમાંથી રૂા.30 હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. બીજે દિવસે સવારે સેવાપૂજા કરતા જેન્તીલાલ પુંજાણીને ચોરીની જાણ થતા તેમણે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ જેન્તીલાલના નિવેદનના આધારે અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular