જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી ખોડિયાર સોસાયટીમાં રહેતો અને મજૂરીકામ કરતો યુવાન સોમવારે બપોરે ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધી જતાં સુર્યમુખી હનુમાનજી મંદિર પાસે તેના કાકાને બચાવવા માટે ગયો હતો. તે દરમ્યાન પાણીનો પ્રવાહ વધી જવાથી તણાઇ જતાં લાપતા થયો હતો.
આ અંગેની વિગત આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠક પાસે સાલુપીર દરગાહ પાછળ ખોડિયાર સોાસયટી મકાન નં.4માં રહેતો ભરત અમૃતલાલ કટેશિયા(ઉ.વ.25) નામનો શ્રમિક યુવાન સોમવારે બપોરના સમયે મહાપ્રભુજીની બેઠક પાસે સુર્યમુખી હનુમાનજીના મંદિર નજીક રહેતાં તેના કૌટુંબિક કાકાના રહેણાંક વિસ્તારમાં વરસાદીપાણી ભરાતા તેમને બચાવવા ગયો હતો અને બચાવ કામગીરી દરમ્યાન પાણીનો પ્રવાહ વધી જવાથી ભરત કટેશિયા નામનો યુવાના પાણીના પ્રવાહમાં તણાઇ ગયો હતો. લાપતા થયેલા ભરતની શોધખોળ માટે સ્થાનિકોએ જહેમત ઉઠાવી હતી. પરંતું ભરતનો પતો લાગ્યો ન હતો.
સુરેશભાઇ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ.દાતણિયા તથા સ્ટાફે જાણવા જોગ ગુનો નોંધી લાપતા થયેલાં યુવાન ભરતની શોધખોળ માટે તપાસ હાથધરી હતી.