જામનગર શહેર અને જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિમાં ફસાયેલા લોકો માટે શાંતિહાર્મોની સોસાયટી દ્વારા ફૂડ પેકેટ બનાવી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું છે. શાંતિહાર્મોની દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવા માટે શાંતિહાર્મોની સોસાયટી દ્વારા રૂપિયા 51,000, બિલ્ડર વિપુલભાઇ કોટક દ્વારા 51,000, રામ ભરોસે 51,000, શીવઓમ બ્રાસના સ્નેહભાઇ દ્વારા 25,000, સચીનભાઇ અને મુન્નાભાઇ દ્વારા 25,000 તથા પ્રકાશભાઇ રૂા 11,000, ઉમેશભાઇ નંદા રૂા 11,000, ભાવેશભાઇ હરિયા રૂા 11,000, અરજણભાઇ સોજીત્રા રૂા 11,000, વિરલભાઇ લકકડ(એફ વીંગ) રૂા 11,000, યોગેશભાઇ તાળા(એફ વીંગ) રૂા 11,000, ગોવિંદભાઇ મંગે(બી વીંગ) રૂા 5,100, હિતેશભાઇ મેઘાણી (બી વીંગ)રૂા 5,100, કિર્તિબેન ચુડાસમા રૂા 5,100, ભાવેશભાઇ ભદ્રા રૂા 5,100 તથા હરિશભાઇ મંગે (એફ વીંગ) દ્વારા રૂા 5,100નું યોગદાન આપવામાં આવ્યું હતું.