Thursday, January 16, 2025
Homeરાજ્યજામનગરકાલાવડ તાલુકામાં પાણીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ, જુઓ VIDEO

કાલાવડ તાલુકામાં પાણીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ, જુઓ VIDEO

જામનગર જિલ્લાના પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કરવા મુખ્યમંત્રી સાથે સાંસદ પુનમબેનની વાતચીત

- Advertisement -

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે નિર્મિત થયેલ જળ સંકટમાં અસરગ્રસ્ત જામનગર તાલુકાના અને કાલાવડ તાલુકાના ગામોમાં પૂરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરાવી સુરક્ષિત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ જામનગર કલેક્ટર ડો. સૌરભ પારધી સાથે વાત કરી સાંસદ પૂનમબેન માડમે વ્યવસ્થાઓ સુનિશ્વિત કરી હતી.

- Advertisement -

હાલ જામનગરના વિવિધ વિસ્તારોમાં બચાવ ટૂકડીઓ અને હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ હજુ પણ અનેક ડેમમાં ઉપરવાસથી પાણીની આવક ચાલુ હોઇ તંત્ર દ્વારા નીચાણવાળા, નદીકાંઠાના અને ડેમ સાઇટના નીંચાણવાળા ગ્રામ વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરાઇ રહી છે જે અંગે સાંસદ સતત તંત્ર સાથે સંપર્કમાં રહી લોકબચાવમાં સહાયરૂપ બની રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular