જામનગરના રામેશ્વરનગરમાં આવેલ ગાયત્રીનગર 3ના છેડે આવેલ વાડીમાં ટાવર ઉભો કરવામાં માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં આજે બપોરના સમયે એક ગાય પડી ગઈ હતી.
આ અંગે સ્થાનિકો દ્વારા ફાયરશાખાને જાણ કરવામાં આવતા ફાયરવિભાગની ટીમ પહોચી હતી. અને સ્થાનિકો સાથે મળીને ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડની ટીમ સાથે વોડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ, જગતસિહ વાઘેલા, મહેન્દ્રસિંહ ઝાલા, ભાગ્યદીપસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ રાયજાદા વિજયભાઇ ચૌહાણ સહિત સ્થાનિક અગ્રણીઓ મદદ માટે જોડાયા હતા.


