જામનગર શહેરમાં આજે વિશાશ્રીમાળી દેરાવાસી જૈન સમુદાયના સવારે તપસ્વીઓના પારણા કરવામાં આવ્યા હતાં. પારણા બાદ દરવર્ષે શહેરના મુખ્ય માર્ગો પર તપસ્વીની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરતી હતી. પરંતુ આ વર્ષે કોરનાને લીધે જૈન સમુદાયે ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર પાસેથી ફકત ચાંદીના રથમાં ભગવાનને બેસાડી જૈન સમુદાયના ભાઇ-બેહનો-બાળકો ચાલીને ચાંદીબજારના ચોકમાં ફરીને આ શોભાયાત્રા પૂર્ણ કરી હતી. શોભાયાત્રા જૈન સમુદાયના સાધુ મહારાજ સાહેબનો તથા સાધ્વીજી મહારાજ સાહેબો સાથે તપસ્વીઓ વગર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.