Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાનના મોદીના જન્મદિન નિમિત્તે ‘સેવા હી સમર્પણ’ કાર્યક્રમ અંગે બેઠક યોજાઇ

વડાપ્રધાનના મોદીના જન્મદિન નિમિત્તે ‘સેવા હી સમર્પણ’ કાર્યક્રમ અંગે બેઠક યોજાઇ

જિલ્લા સંગઠનની બેઠક જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં યોજાઇ

- Advertisement -

દેશના ગરીબ, વંચીત, શોષીત, પીડીત, દલિત, પછાતગર્વ અને ખેડૂતોને સમર્પિત એવા ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ આગામી તા. 17, સપ્ટેમ્બરના રોજ છેે. તેમજ તા. 7 ઓકટોબરના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકે એટલે કે તેમના વહીવટી નેતૃત્વને (મુખ્યમંત્રી અને હાલ પ્રધાનમંત્રી એમ મળી) ર0 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે  સેવા હી સમર્પણ અભિયાન હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા. 17 સપ્ટે. થી 7 ઓકટો. સુધી અનેક સેવાકીય કાર્યક્રમો યોજાનાર છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષા ની એક બેઠક જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરાના પ્રમુખસ્થાને અને જિલ્લા પ્રભારી જેન્તીભાઈ ક્વાડીયા તથા વંદનાબેન મક્વાણાની વિશેષ ઉપસ્થિતિમાં અટલ ભવન ખાતે યોજાયેલ હતી. જેમાં જિલ્લાના હોદેદારો, જિલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લા સેલના ક્ધવીનરો, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

સ્વાગત પ્રવચન જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજાએ કર્યું હતું. ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે નરેન્દ્રભાઈનો જન્મદિન સેવાના માધ્યમથી ઉજવવા સર્વે કાર્યકરોને અપીલ કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ આ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવેલ કે બુથ સુધી આ કાર્યક્રમ થાય તે માટે કઈ રીતે આયોજન કરવું તથા નમો એપ ડાઉનલોડ કરાવવી, શુભેચ્છા પોસ્ટકાર્ડ લખાણ, સેવાકાર્ય માટે સંકલ્પ, નદી-તળાવ વગેરેની સફાઈ તેમજ વૃક્ષારોપણ તથા સ્વાસ્થ્ય સેવાઓમાં રક્તદાન કેમ્પ, મેડીકલ કેમ્પ યોજવા, કોરોના રસીકરણને વેગ આપવો, સેવાકીય કાર્યક્રમોમાં ફળ વિતરણ, દિવ્યાંગોને સાધન સહાય તેમજ રાશન બેગ વિતરણ, મીડીયામાં લેખ, ચર્ચા-સંવાદ વગેરે કાર્યક્રમો તથા પ્રદર્શની, ઈ-સત્ર, સેમીનારોના આયોજન માટે સૌને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -

જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ આ કાર્યક્રમો ઉપરાંત તા. 17 ના રોજ નરેન્દ્રભાઈના જન્મદિને ખાસ દરેક ગામના રામમંદિરમાં આરતી સમયે ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો, પેઈજ પ્રમુખો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહે અને નરેન્દ્રભાઈને અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણમાં નેતૃત્વ બદલ આર્શીવાદ પાઠવે તેવી લાગણીસભર અપીલ કરી હતી.

જિલ્લા પ્રભારી વંદનાબેન મક્વાણા તથા જેન્તીભાઈ ક્વાડીયાએ પ્રદેશ દ્વારા અપાયેલ દરેક કાર્યક્રમ ચોકક્સાઈપૂર્વક કરવા તથા મંડલના કાર્યકરોને બુથ સુધી આ તમામ માહિતી પહોંચાડવા પર ભાર મુકી સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમના જિલ્લા ઈન્ચાર્જ મહામંત્રી દિલીભાઈ ભોજાણી તથા સહઈન્ચાર્જ કુમારપાલસિંહ રાણાએ આ તમામ કાર્યક્રમો માટે જિલ્લાના ઈન્ચાર્જો તથા મંડલના સર્વેસાથીઓ સાથે સંકલન કરી, મંડલના ઈન્ચાર્જોના નામની જાહેરાત કરી હતી. જિલ્લા ભાજપ મહામંત્રી મનોજભાઈ જાનીએ આભાર દર્શન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular