જામનગર શહેરના ઢીચડા રોડ પર સેનાનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન દારૂની નવ બોટલો સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ઢીચડા રોડ પર સેનાનગર વિસ્તારમાં એરફોર્સની દિવાલ નજીક રહેતા રાજેશના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.4500 ની કિંમતની દારૂની નવ બોટલો મળી આવતા પોલીસે રાજેશકુમાર ઉર્ફે રાજુ ભીખા સીંગરખિયા નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો બેડી રીંગરોડ પર રહેતા સવદાસ હમીર ચાવડા પાસેથી ખરીદ કર્યાની કેફિયત આપતા પોલીસે સવદાસની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
રૂા.4500 ની કિંમતની નવ બોટલો કબ્જે : સપ્લાયરની સંડોવણી ખુલ્લી