જામનગર શહેરનાં અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતાં યુવકને યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની પ્રેમિકાએ હાલમાં લગ્ન કરવાની ના પાડતા મનમાં લાગી આવતા તેના ઘરે લોખંડના પાઇપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.84 અને રૂમ નં.11 માં રહેતાં અભય અનિલભાઈ નિમાવત (ઉ.વ.23) નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધમાં યુવતીએ હાલમાં લગ્ન કરવાની ના પાડતા મનમાં લાગી આવતાં અભયે શુક્રવારે સાંજના સમયે તેના ઘરે પંખાના લોખંડના પાઈપમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકની માતા રંજનબેન દ્વારા જાણ કરાતા હેકો એસ.એચ. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રેમિકાએ લગ્નની ના પાડતા યુવક પ્રેમીની આત્મહત્યા
અંધાશ્રમ આવાસમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા તપાસ