Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાંથી 6 સ્થળોએ જૂગાર દરોડા દરમિયાન 31 શખ્સ ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાંથી 6 સ્થળોએ જૂગાર દરોડા દરમિયાન 31 શખ્સ ઝડપાયા

અલિયામાંથી સાત શખ્સો રૂા.49,500 ના મુદ્દામાલ સાથે ઝડપાયા : ઝાખરમાંથી છ શખ્સોને દબોચ્યા: તરસાઇમાંથી પાંચ શખ્સો ઝબ્બે : ભણગોરમાંથી છ શખ્સોને જૂગાર રમતા ઝડપી લીધા : રણજીતસાગર રોડ પરથી સાત શખ્સો રૂા.10,260 ની રોકડ સાથે ઝબ્બે : માણેકપર નજીકથી આઠ શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના અલિયામાંથી સાત શખ્સોને રૂા.49,500 ના મુદ્દામાલ સાથે પોલીસે જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઝાખર ગામમાંથી જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના તરસાઈમાંથી પાંચ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુરના ભણગોર ગામમાંથી છ શખ્સોને પોલીસે જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના રણજીતસાગર રોડ પરથી જૂગાર રમતા સાત શખ્સોને રૂા.10,260 ની રોકડ રકમ અને ધ્રોલથી માણેકપર તરફના માર્ગ પરથી જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.9,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર તાલુકાના અલિયા ગામમાં જાહેરમાં જૂગાર રમતા પ્રવિણ ઉર્ફે ભીખા ગોકળ રામોલિયા, ધર્મેન્દ્ર માવજી રામોલિયા, પ્રવિણ ચમન સોલંકી, વશરામ કરશન રામોલિયા, રતીલાલ જીવરાજ રામોલિયા, વિવેક રમેશ રામોલિયા, વિપુલ હંશરાજ રામોલિયા નામના સાત શખ્સોને રૂા.44000 ની રોકડ રકમ અને 5500 ની કિંમતના સાત નંગ મોબાઇલ મળી કુલ રૂા.49,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, લાલપુર તાલુકાના ઝાખર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મહિપતસિંહ હમીરજી જાડેજા, અજીતસિંહ ખીમાજી ચુડાસમા, ચંદ્રસિંહ રામસંગ જાડેજા, અશોકસિંહ ભીખુભા ચુડાસમા, અશ્ર્વિનસિંહ તખુભા જાડેજા, યુવરાજસિંહ પ્રાગજી જાડેજા નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.30500 ની રોકડ રકમ અને 5000 ની કિંમતના પાંચ મોબાઇલ મળી કુલ રૂા.35500 ના મુદ્ામાલ સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં જાહેરમાં તીનપતિ રમતા હરેશ કેશુર ડાકી, પુનીત કનુ મકવાણા, જીજ્ઞેશ ગોરધન ચુડાસમા, ધિરજ શંભુ બોઘાણી, ભરત જેન્તી રાયચુરા સહિત પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો, લાલપુર તાલુકાના ભણગોર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા નસીલ દેવા ડાભી, નરેન્દ્ર ગજુભા જાડેજા, જેઠા વીરા કરંગીયા, હિતુભા જયવંતસિંહ જાડેજા, મનોજ જમન વાંઝા, ચંદુ જેઠા હીરાણી નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11520 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમો દરોડો, જામનગર શહેરના રણજીતસાગર રોડ પરના પટેલ પાર્ક પાસેના વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા રવિ પ્રાગજી વાઘેલા, વિજય પ્રાગજી વાઘેલા, રાહુલ વિજય નારોલા, ખોડા પ્રેમજી વાઘેલા, નરેન્દ્ર વિજય નારોલા, સાહિલ કાંતિ પરમાર, શૈલેષ ભરત પરમાર નામના સાત શખ્સોને રૂા.10260 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

છઠો દરોડો, ધ્રોલથી માણેકપર જવાના રસ્તામાં જાહેરમાં તીનપતિ રમતા ધીરેન્દ્ર ભાણજી ચૌહાણ, જેન્તી તરશી નકુમ, વિજય ભના પરમાર, તરશી ભવન નકુમ, નરેન્દ્ર ધરમશી પરમાર, ગીરધર તરશી નકુમ, જયેશ પોપટ પરમાર, અરવિંદ વિરજી નકુમ સહિતના આઠ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા.8750 ની રોકડ રકમ અને એક હજારની કિંમતના બે ફોન સહિત રૂા.9750 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular