ગણેશોત્સવ દરમિયાન ઠેર ઠેર શ્રીગણેશનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં એક એવા વેપારી છે કે જેઓ 600 કરોડના ડાયમંડના ગણેશજીની પૂજા કરે છે. ગણેશજીની આ મૂર્તિ રફ હીરાની છે .જેનુ વજન 182.3 કેરેટ છે અને 36.5 ગ્રામની છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુની છે. અને આ ગણેશ વિશ્વના સૌથી મોંઘા ગણેશ માનવામાં આવે છે.

સુરતના ડાયમંડ વેપારી કનુભાઇ અસોદરિયાએ થોડા વર્ષો પહેલા બેલ્જીયમથી રફ ડાયમંડની ખરીદી કરી હતી. જેનું સુરત આવીને એસોર્ટીંગ કરતાં રફ ડાયમંડનાં જથ્થામાં તેમને એક અલગ જ હિરો જોવા મળ્યો. 182.53 કેરેટનાં આ હિરામાં ગણેશજીની આકૃતિ સ્પષ્ટપણે જોવા મળી હતી. અને ત્યારથી તેઓ આ ગણપતિની પૂજા કરે છે. ભગવાનગણેશના આ સ્વરૂપનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો આપ્યો છે. કોહિનૂર હીરો 105 કેરેટનો હીરો છે.
આ દુર્લભ કહી શકાય તેવા રફ ડાયમંડનાં ગણપતિ ડાયમંડ સીટી સુરતની ચમક બનીને ચમકી રહ્યાં છે. અને લોકોની આસ્થાનું પ્રતિક પણ છે.


