જામનગર શહેરમાં હનુમાન ટેકરી પાસેના દલિત નગરમાં વિસ્તારમાં આવેલાં રેહણાંક મકાનમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના તથા ઘરવખરીના સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં હનુમાન ટેકરી દલીતનગર વિસ્તારમાં રામાપીરના મંદિર નજીક ખુલ્લા ફાટક પાસે અશોકભાઇના રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ મકાનમાંથી રૂપિયા 40,000ની રોકડ રકમ અને રૂા.60,000ની કિંમતની દાગીના તેમજ બે એલસીડી ટીવી, ત્રણ ગેસ સિલિન્ડર અને ઘર વખરીનો સામાન સહિતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ગુના શોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.