ગુજરાત સરકાર દ્વારા ડીજે, બેન્ડ અને ગાયકો સાથે કાર્યક્રમ યોજવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીના પરિણામે ડીજે સાથે કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ હતો ત્યારે સરકાર દ્વારા હવેથી મંજુરી આપવામાં આવી છે. ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં ડીજે, બેન્ડ અને ગાયકો સાથે કાર્યક્રમ યોજવા ગુજરાત સરકારે મંજુરી આપી છે. 400 લોકોની ઉપસ્થિતિમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થઇ શકશે.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50%ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
ગણેશ મહોત્સવ સબંધમાં ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે.
કોરોના ગાઈડલાઈન અનુસાર કાર્યક્રમોમાં ડીજે અને બેન્ડવાજા વગાડી શકાશે.