Wednesday, January 8, 2025
Homeરાજ્યગુજરાતગુજરાત સરકારે ઓનલાઇન જાયન્ટ એમેઝોન સાથે કરાર કર્યો

ગુજરાત સરકારે ઓનલાઇન જાયન્ટ એમેઝોન સાથે કરાર કર્યો

નાનાં ઉદ્યોગોના ઉત્પાદનો ઓનલાઇન વેચાશે

- Advertisement -

રાજ્યના લઘુ ઉદ્યોગો વિશ્વના 200થી વધુ દેશોમાં ઉત્પાદનની નિકાસ કરી શકે તે હેતુથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના એમએસએમઈ કમિશનર રણજીતકુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ.પર હસ્તાક્ષર કર્યા હતા.

એમેઝોન ઈન્ડિયા દ્વારા ઈ-કોમર્સ એકસપોર્ટ માટેની ક્ષમતાવર્ધન સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની ‘મેડ ઈન ઈન્ડિયા’-‘મેડ ઈન ગુજરાત’ પ્રોડકટસ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોકતા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે.

એમેઝોનના માધ્યમથી ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડકટ અંતર્ગત હર્બલ પ્રોડકટ ઓર્ગેનિક પ્રોડકટ માટે ગુજરાતના એમ.એસ એમ.ઈને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.

2020-21ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં 21 ટકા યોગદાન સાથે અગ્રિમ રાજ્ય બન્યું છે. એમ.ઓ.યુ.ની ફલશ્રુતિએ ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં એમએસએમઈ કલસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ અને રાજકોટ સહિતના શહેરોમાં બી2સી ઈ-કોમર્સ એકસપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબિનાર તથા વર્કશોપના આયોજન કરી એમએસએમઈ એકમોને પોતાની પ્રોડકટ વિશ્વ બજારમાં પહોંચાડવામાં સહાયરૂપ બનશે.

યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર, ટર્કી અને યુ.એ.ઈ જેવા 17 દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના એમએસએમઈ એકમો માટે નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular