જામનગરના મ્યુ.કમિશનર વિજય ખરાડી આજે જામનગરમાં ઇન્દિરામાર્ગ પર ચાલતાં ફલાયઓવર પ્રોજેકટના કામનું સ્થળ નિરિક્ષણ કર્યું હતું. તેમણે કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતાં કામની ગુણવતાની ચકાસણી કરી હતી. તેમજ સલામતી અંગે ખુબ જ સાવધાની રાખવા સુચના આપી હતી. અંદાજે 200 કરોડના ખર્ચે શહેરમાં પ્રથમ ફલાયઓવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
કમિશનર દ્વારા સીટી એન્જીનીયર શૈલેષ જોષી, કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની, પી.એમ.સી. તેમજ પ્રોજેક્ટ ટીમ સાથે સાત રસ્તાથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીના ફ્લાયઓવર બ્રીજના કામની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી. જેમાં આર.સી.સી. કેનાલ તેમજ પાઈલ ફાઉન્ડેશનની કામગીરીનું અવલોકન કરી, કામમાં સલામતી તથા ગુણવત્તા જાળવવા અંગે સૂચન કરવામાં આવ્યું હતું.