એસટી વિભાગ દ્વારા જામનગર ડિવિઝન અંતર્ગત આવતાં પાંચ એસટી ડેપોમાં આઇટીઆઇ પાસ ઉમેદવારને એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવામાં આવશે આ માટે ઉમેદવારોને 30 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.
ગુ.રા.મા.વા.વ્ય નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટીસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, વિભાગીય સ્ટોર્સ-જામનગર અને જામનગર/જામજોધપુર/ખંભાળિયા/દ્વારકા/ધ્રોલ -ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ-1961 અન્વયે ઓગસ્ટ-ઓક્ટોબર 2021ના ભરતી સત્ર માટે એપ્રેન્ટીસ ફીટર, ટર્નર, ઇલેક્ટ્રીશ્યન, વેલ્ડર(ગેસ અને ઇલેક્ટ્રિક) મોટર મિકેનિક, ડીઝલ મેકેનિક અને કોપા કુલ-7 ટ્રેડ હેઠળના આઇ.ટી.આઇ પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવાની હોય ઉમેદવારોએ www.apprenticeshipindia.org પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી(આધારકાર્ડ ફરજિયાત વેરિફાઇડ કરવું) તેની પ્રિન્ટ (મેળવી), શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (10પાસ/12પાસ અને આઇ.ટી.આઇ પાસ), એલ.સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની બે નકલ સાથે તા.28-09-2021 સુધીમાં આ માટેનું અરજીપત્રક મેળવી લેવા તથા ઉમેદવારોએ અરજીપત્રક તા.30-09-2021 સુધીમાં તમામ અસલ માર્કશીટ/પ્રમાણપત્રો સાથે રાખી તેની રૂબરૂમાં ચકાસણી કરાવી ભરાયેલા અરજીપત્રકો જમા કરાવવાના રહેશે. આ માટે વધુ વિગતો મેળવવા વહીવટી શાખા, વિભાગીય નિયામકની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક સાધવા વિભાગીય નિયામક એસ.ટી. જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના પાંચ એસટી ડેપોમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવાની તક
ઉમેદવારોએ તા.30 સપ્ટેમ્બર સુધીમાં અરજી પત્રકો જમા કરાવવાના રહેશે