Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરલાલપુર હાઇવે થી કનસુમરા સુધીના બિસ્માર માર્ગ ના પ્રશ્નએ રસ્તા રોકો આંદોલન...

લાલપુર હાઇવે થી કનસુમરા સુધીના બિસ્માર માર્ગ ના પ્રશ્નએ રસ્તા રોકો આંદોલન ની ચીમકી

જિલ્લા પંચાયત ના પૂર્વ વિરોધ પક્ષ નેતા દ્વારા જામનગર વિસ્તાર વિકાસ મંડળ ના ચેરમેન ને પત્ર લખી રજુઆત

- Advertisement -

જામનગર તાલુકાના લાલપુર હાઈ વે થી કનસુમરા ગામ સુધીના રસ્તાની બીસ્માર હાલતના કારણે પ્રજા ને પડતી મુશ્કેલી અંગે અનેક વખત રજુઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ના આવતા જિલ્લા પંચાયત ના પૂર્વ વિરોધ પક્ષ નેતા કાસમભાઈ ખફી દ્વારા જામનગર વિસ્તાર વિકાસ મંડળ ના ચેરમેન ને પત્ર લખી ગુરુવાર થી રસ્તા રોકો આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે

- Advertisement -

આ પત્ર માં જણાવ્યું છે કે,જામનગર તાલુકાના લાલપુર હાઈ વે થી કનસુમરા ગામ સુધીના રસ્તાની બીસ્માર હાલતના કારણે પ્રજાજનોએ ખુબ જ મુશ્કેલી ભોગવવી પડે છે. આ રસ્તા પર વાહન વ્યવહાર ચાલી શકે તેમ નથી. જે વરસાદના કારણે ખુબ જ નુકશાન પામેલ છે. આ અંગે અગાઉ પણ જાણ કરેલ છે.

લાલપુર રોડથી મસીતીયા રોડ પર દરેડ થાર સુધીના રસ્તો પણ ખુબ જ બીસ્માર હાલતમાં છે અને મસીતીયા થી દરેડ જી.આઈ.ડી.સી. સુધી કામ પર આવતા મજુર વર્ગને ખુબ જ મુશ્કેલી પડે છે. ઉકત ગામોના આ વિસ્તાર જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ (જાડા) ની વિકાસ યોજનાની કલમ – ૯ હેઠળ તા. ૫-૧૦-૨૦૧૬ થી આ વિસ્તારો જાડામાં સમાવેશ થયેલ છે.

- Advertisement -

આ ગામોમાં કોઈપણ જાતના વિકાસના કામો થયેલ નથી. આ ગામોના પ્રજાના પ્રતિનિધિ સાથે ચેરમેન, જાડા તથા કમિશ્નર જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં સુચન કરેલ હોવા છતાં આજ દિન સુધી પ્રજાના પ્રશ્નોનો નિકાલ આવતો નથી.આથી લાલપુર હાઈવે-કનસુમરાના પાટીયાથી કનસુમરા ગામ સુધી અને દરેડ થી મસીતીયા સુધીના બન્ને રસ્તાઓ જે અત્યારે બીસ્માર હાલતમાં છે તેને તાત્કાલીક સી.સી. રોડ મંજુર કરવા અમારી માંગણી છે.

ઉકત બન્ને રોડ તાત્કાલીક પોરો સી. સી. રોડ મંજુર કરવામાં નહીં આવે તો તા. ૯ સપ્ટેમ્બર ના સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ સુધી લાલપુર હાઈ-વે પર કનસુમરાના પાટીયા પાસે આ સમાવિષ્ટ ૧૦ ગામોના પ્રતિનિધિઓ સાથે રસ્તા રોકો આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરવા ચીમકી ઉચ્ચારાઇ છે. એ ઉપરાંત બન્ને મુખ્ય માર્ગ સી. સી. રોડ નહી બને ત્યાં સુધી દર ગુરૂવારે સવારે ૯ થી ૧૦ સુધી રસ્તા રોકો આંદોલનકરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular