Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમંત્રી દ્વારા પેરા ઓલમ્પિકમાં મેડલ વિજેતાના ચિત્રનું અનાવરણ

મંત્રી દ્વારા પેરા ઓલમ્પિકમાં મેડલ વિજેતાના ચિત્રનું અનાવરણ

- Advertisement -

શ્રમ એવમ રોજગાર મંત્રાલય, વનપર્યાવરણ એવમ જલવાયુ પરિવર્તન મત્રાલય-ભારત સરકાર ના મંત્રી ભુપેન્દ્ર યાદવ અમદાવાદના પ્રવાસે હતા તેઓએ શુભકામના સંદરા સાથે પેરા ઓલપીકમાં ટેબલ ટેનિસ વિભાગમાં ભારતની પ્રથમ પદક વિજેતા ભાવિનાબેન પટેલના ચિત્રનું અનાવરણ કર્યું હતું.

ભાવિનાબેન પટેલ કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય અંતર્ગત આવતા ઇએસઆઇસી વિભાગના કાર્મિક છે. તે ટોકિયો(જાપાન) ખાતે યોજાયેલ પેરાઓલપિકમાં ટેબલ ટેનિસમાં રજત પદક જીતેલ છે.

ભુપેન્દ્ર યાદવ-શ્રમ એવમ રોજગાર મંત્રાલય ભારત સરકાર એ કર્મચારી રાજય વિમાનિગમ ઇએસઆઇસી માટે ઇએસઆઇસીનો હાથ રાજયના શ્રમીકોને સાથ નામક પુસ્તકનુ પણ વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં ગુજરાત રાજયના ઇએસઆઇસીના વિવિધ લાભાર્થીના જીવનના કિસ્સાઓ છે. જેઓને રાજયમાં ઇએસઆઇસીની વિવિધ યોજનાઓનો લાભ મળેલો છે.

ઇએસઆઇસી યોજના શ્રમીકોને સામાજીક સુરક્ષાના ભાગરૂપે મૃત્યુ, વિકલાંગતા, બિમારી, માતૃત્વ, સ્વાસ્થ્થ તથા બેરોજગારી જેવી આકસ્મીક સ્થિતિમાં દિતલાભ પ્રદાન કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular