Tuesday, December 24, 2024
Homeરાજ્યપ્રેમમાં વ્યથિત યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

પ્રેમમાં વ્યથિત યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં શિક્ષક યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો : ખંભાળિયામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ સાંપડ્યો : દ્વારકાના દરિયાકાંઠેથી અજાણ્યા યુવકનો કોહવાઈ ગયેલો મૃતદેહ સાંપડ્યો : દ્વારકામાં ગોમતી ઘાટ પાસે ડૂબી જતા અમદાવાદના મહિલાનું મૃત્યુ

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયાના હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા હાપીવાડી ખાતે રહેતા મહેન્દ્રભાઈ ભવાનભાઈ કછટીયા નામના 37 વર્ષના યુવાને પોતાની વાડીએ આંબાના ઝાડની ડાળીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ઉપરોક્ત યુવાન એક યુવતીના પ્રેમમાં હોય અને તેણીએ અન્ય યુવાન સાથે લગ્ન કરી લીધા હોય, તેથી મહેન્દ્રભાઈ કછટીયા છેલ્લા કેટલાક સમયથી વ્યથિત રહેતા હતા. આ પરિસ્થિતિમાં તેણે બે દિવસ પૂર્વે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હોવાની જાણ મૃતકના પિતા ભવાનભાઈ માવજીભાઈ કછટીયાએ અહીંની પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી હતી.

બીજો બનાવ, ખંભાળિયાના મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતા અને મુળ જૂનાગઢ જિલ્લાના વતની એવા હરદાસભાઈ હીરાભાઈ મુસાર નામના 39 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજયું હોવાની જાણ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકા ખાતે રહેતા મૃતકના પિતા હીરાભાઈ લખમણભાઈ મુસારએ અહીંની પોલીસને કરી છે. ઉપરોક્ત યુવાન અહીં શિક્ષક તરીકે સેવા આપતા હોવાનું જાણવા મળ્યું છે. જે સંદર્ભે અહીંની પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજો બનાવ, ખંભાળિયા- દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર એક હોટલ પાસેથી નિલબાઈ ઠક્કરની વાડીના શેઢા પાસે એક મૃતદેહ પડયો હોવાની જાણ અહીંની પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે આ અજાણ્યા પુરૂષના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંદર્ભે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.

ચોથો બનાવ, દ્વારકામાં સુદામા સેતુ પાસે પંચકુઈ દરિયાકાંઠા સામે શનિવારે બપોરે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 35 થી 40 વર્ષની વયના આ યુવાનનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં સાંપડયો હતો. આ બનાવ અંગે દ્વારકાના સહદેવભાઈ ગઢવીએ દ્વારકા પોલીસને જરુરી નોંધ કરાવતા પોલીસે ઉપરોક્ત યુવાન દરિયાકાંઠેથી કોઈ કારણોસર દરિયામાં પડી જતા ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યો હોવાની નોંધ કરી, પોસ્ટમોર્ટમ સહીતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગળની તપાસ દ્વારકાના પીએસઆઈ યુ.બી. અખેડ ચલાવી રહ્યા છે.

પાંચમો બનાવ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા જયશ્રીબેન વિક્રમભાઈ પટેલ નામના 65 વર્ષના પટેલ મહિલાના પતિ નવેક માસ પહેલા કોરોનાની બીમારી સબબ મૃત્યુ પામ્યા હતા. જેથી તેણી માનસિક અસ્વસ્થ તેમજ ડિપ્રેશનની અવસ્થામાં છેલ્લા કેટલાક સમયથી દ્વારકામાં માનસિક શાંતિ માટે રહેતા હતા. આ વચ્ચે શનિવારે તેણી ગોમતી ઘાટે દરિયામાં ન્હાવા માટે ગયા હતા, ત્યાં અકસ્માતે ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવની જાણ નિકિતાબેન વિપુલભાઈ પટેલે દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular