લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતી યુવતીએ તેણીને થયેલા માથાના દુખાવાથી કંટાળી જઈ તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર મહાનગર પાલિકાના ગેઈટ નજીક અજાણ્યા પુરૂષને બીમારી સબબ જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ લાલપુર તાલુકાના કરાણા ગામમાં રહેતી શિતલબેન ચંદ્રેશ નારિયા (ઉ.વ.29) નામની પરિણીત યુવતીને પાંચેક દિવસથી માથાનો દુ:ખાવો થતો હોય અને સારવાર લેવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી કંટાળીને શુક્રવારે સવારના સમયે તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પતિ ચંદ્રેશભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.પી. ઝાલા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના મહાનગરપાલિકાના ગેઈટ નજીક શનિવારે રાત્રિના સમયે 45 વર્ષનો અજાણ્યો પુરૂષ બુમાબુમ કરતો હતો જેથી ફરજ પરના સિકયોરિટી ગાર્ડ રઘુવીરસિંહે યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુરના કરાણામાં બીમારીથી કંટાળી યુવતીની આત્મહત્યા
માથાના દુ:ખાવાની બીમારીથી ત્રસ્ત યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : મહાપાલિકાના ગેઈટ નજીક અજાણ્યા યુવાનનું બીમારી સબબ મૃત્યુ