Tuesday, December 24, 2024
Homeરાજ્યગુજરાતપોલીસ સ્ટેશનોમાં FIRનોંધવા અંગે રાજયના પોલીસવડાનો પરિપત્ર શું જણાવે છે ?

પોલીસ સ્ટેશનોમાં FIRનોંધવા અંગે રાજયના પોલીસવડાનો પરિપત્ર શું જણાવે છે ?

કોગ્નિઝેબલ ગુનામાં જે પોલીસ અધિકારી એફઆઇઆર ન નોંધે તેની વિરૂધ્ધ પગલાં લઇ શકાય

- Advertisement -

ગુજરાતના મોટાભાગના શહેરોમાં પોલીસ ગુના ઓછા બતાવવા માટે ફરિયાદ નોંધતી નથી અને અરજી લઇ ફરિયાદીને આરોપી હોય તેમ ધક્કા ખવડાવે છે, ક્રાઇમરેટ નીચો બતાવવા રાજકોટ પોલીસ કમિશનરે નવી નીતિ અખત્યાર કરીને માત્ર અરજી લેવાનો જે ટ્રેન્ડ શરૂ કર્યો છે તે ટ્રેન્ડ રાજ્યના પોલીસવડાએ જારી કરેલા પરિપત્રની સંપૂર્ણ વિરુદ્ધમાં છે.

- Advertisement -

રાજ્યના તત્કાલીન પોલીસવડા પ્રમોદકુમારે 19 ડિસેમ્બર 2013ના પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઇ ગુનો કોગ્નિઝેબલ બનતો હોય અથવા આ પ્રકારની માહિતી જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે આવી માહિતીના આધારે એફઆઇઆર નોંધવી ફરજિયાત છે, જ્યાં ગુનાની માહિતી કોગ્નિઝેબલ ઓફેન્સ થતો હોય ત્યારે તેવા કેસમાં કોઇ જ પ્રાથમિક તપાસ કરવાની જરૂર નથી, અને તેવા ગુનામાં પ્રાથમિક તપાસ કરવી નહીં પરંતુ તે ગુનાની તાત્કાલિક નોંધ કરવી, જ્યારે કોઇ ગુના અંગેની માહિતી કોગ્નિઝેબલ ગુનો જાહેર કરતી ન હોય અને તે માહિતી અંગે તપાસ કરવાની જરૂર જણાય ત્યારે તેવા સંજોગોમાં પ્રાથમિક તપાસ કરવી જોઇએ અને આ પ્રાથમિક તપાસ એટલા વિષય પૂરતી જ કરવાની રહેશે કે તે ગુના અંગેની માહિતી કોગ્નિઝેબલ ગુનો જાહેર કરે છે કે નહીં.

જો આ પ્રકારની તપાસમાં કોગ્નિઝેબલ ગુનો બન્યો છે તેવું દર્શાય તો તુરંત એફઆઇઆર નોંધવી અને જો આવી તપાસને અંતે એવું જણાય કે કોગ્નિઝેબલ ગુનો બન્યો નથી તો આ ગુનાની માહિતી આપનારને એક અઠવાડિયામાં જાણ કરવાની રહેશે કે ફરિયાદ શા માટે આગળ વધારવામાં આવી નથી.

- Advertisement -

પોલીસ અધિકારીએ એટલી જ તપાસ કરવાની રહેશે કે તેમની પાસે આવેલી માહિતી કોગ્નિઝેબલ ગુનો બને છે કે નહીં, પોલીસ અધિકારીએ ફરિયાદીએ આપેલી આ માહિતીની સચ્ચાઇ અથવા તો તેની યોગ્ય કે અન્ય વિષયોમાં જવાની જરૂર નથી. ફરિયાદ નોંધતા પહેલા લગ્ન વિષયક બાબતોની તકરાર-કૌટુંબિક તકરારો, વેપાર અને વાણિજ્યને લગતા ગુનાઓ, મેડિકલ-ડોક્ટરની બેદરકારીને લગતા કેસો અને ભ્રષ્ટાચાર અંગેના કેસોમાં પ્રાથમિક તપાસ કરવી હોય તો કરી શકાશે, ઉપરોક્ત દૃષ્ટાંતો માત્ર દાખલારૂપ છે.

જ્યારે કોઇ કોગ્નિઝેબલ ગુનો બને છે ત્યારે પોલીસ ઓફિસર આવી ફરિયાદ નોંધવા કાયદાથી બંધાયેલ છે, અને તે આવી ફરિયાદ નહીં નોંધી ફરજમાંથી છટકી શકતા નથી. જે પોલીસ અધિકારીએ આવી ફરિયાદ નોંધી નહીં હોય તો તેવા કસૂરવાર પોલીસ અધિકારી સામે જરૂરી પગલાં લેવાના રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular