Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયવેકિસન અસલી છે કે નકલી...? ખરાઇ કરવા રાજ્યોને કેન્દ્રનો આદેશ

વેકિસન અસલી છે કે નકલી…? ખરાઇ કરવા રાજ્યોને કેન્દ્રનો આદેશ

કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને કહ્યું છે કે, લોકોને કોરોના વેક્સિન લગાવતાં પહેલાં તે તપાસ કરી લે કે તે નકલી તો નથી ને. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને એટલે સાવચેત કર્યા છે કે, હાલમાં જ સાઉથ ઇસ્ટ એશિયા અને આફ્રીકામાં નકલી કોવિશીલ્ડ મળી આવી હતી. જે બાદ ડેબ્લ્યૂએચઓએ નકલી વેક્સિનને લઇને એલર્ટ કર્યા હતા.

- Advertisement -

હવે કેન્દ્રે રાજ્યોને એક અસલી વેક્સિનની ઓળખ માટે એક બ્લુપ્રિન્ટ બનાવીને મોકલી છે. જેને જોઇને ઓળખ કરી શકાય છે કે વેક્સિન અસલી છે કે નકલી. આ બ્લુપ્રિન્ટમાં અંતર ઓળખવા માટે કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક વી પર લેબલ, તેનું કલર, બ્રાન્ડનું નામ શું હોય છે, તે તમામ જાણકારી શેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં અત્યાર સુધી રસીના 68.46 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે 11 પૂર્વોત્તર અને પહાડી રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ કોવિડ વેક્સિનેશન અંગે નવા નિર્દેશ આપ્યા છે  અને કહ્યું છે કે, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિનનો બીજો ડોઝ વહેલી તકે આપવામાં આવે. કેન્દ્રે ઘણા રાજ્યોમાં રસીકરણની ધીમી ગતિ પર અસંતોષ પણ વ્યક્ત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular