Saturday, December 6, 2025
Homeરાજ્યદ્વારકાધીશ મંદિર સુરક્ષા ટીમે યાત્રાળુનું પાકીટ પરત કર્યું

દ્વારકાધીશ મંદિર સુરક્ષા ટીમે યાત્રાળુનું પાકીટ પરત કર્યું

જગત મંદિર દ્વારકાધીશ મંદિર પરિસરમાથી એક લાલ કલરનુ લેડીઝ પાકીટ એએસઆઇ અજીતસિંહને મળ્યું હતું. જે જાણકારી તેમણે મંદિર સુરક્ષા પીઆઇ બી.એચ. ટાટમીયા અને મંદિર સુરક્ષા ઇન્ચાર્જ સમીર સારડાને કરી હતી.

લાલ કલરના લેડીશ પાકીટમાં રૂપિયા ત્રણ હજાર જેટલી રકમ હતી બનાવની તપાસ કરી અને તેના માલિક લીલાબેન જગદીશભાઈ દરજી રહે.ગામ ખેરવાડા તાલુકો ખેરવાડા જિલ્લો ઉદેપુર રાજસ્થાનવાળાને તુરંત જ શોધીને પાકીટનો કલર અને અન્ય બાબત વેરીફાઈ કરીને પાકીટ મુળમાલિકને પરત આપતા રાજસ્થાની યાત્રાળુ ખૂબ ખુશ થયા હતા અને દ્વારકાધીશ મંદિર સુરક્ષાની ટીમનાં કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular