Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરદિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા ફેલાતા પ્રદૂષણથી ગામજનો ત્રાહિમામ

દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા ફેલાતા પ્રદૂષણથી ગામજનો ત્રાહિમામ

સામાજીક કાર્યકર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત

- Advertisement -

જામનગર જિલ્લાના સિક્કામાં આવેલ દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા ફેલાતા પ્રદૂષણ થી ગામજનો ત્રાહિમામ હોય સામાજીક કાર્યકર અને પત્રકાર સલીમ મુલ્લા દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પરિયવરણ વિભાગ ને ફરિયાદ કરી આ અંગે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

જેમાં જણાવ્યું છે કે,દિગ્વિજય સીમેંટ કંપની લિમિટેડ ના પ્લાન્ટમાં કાર્યરત એકમના કૂલર યુનિટમાં ચીમની માથે જોડેલા ત્રણ ફીલ્ડમાંથી હમેશ એક અથવા 2 ફીલ્ડ બંધ હાલત માં જ હોય છે જેથી કરી હવા માં ફેલાતા દુસ્તનું પ્રમાણ સિક્કામાં વધુ રહે છે. કંપની એકમમાં જે ખુલા માં સ્ટોર કરેલ સ્ટોન, પેટ કોક અને કોલસા અને તમામ કાચા માલ ના ઢગલાની ઊંચાઈ કંપનીની દીવાલ કરતાં પણ વધુ હોય અને દરિયા કિનારા નજીકના એકમ હોવાના લીધે કુદરતી હવા વધુ હોય તે સમય સિક્કાના તમામ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય છે. પેટકોક અને સાથે મિક્સ કરી વપરાતો ઇંડોનેસિયન કોલ અને આફ્રિકન કોલ ના ઉપયોગ દ્વારા ઉત્પન થતું ઝેરી વાયુ ની તીવ્ર ગંધ રાત્રિ અવસ્થામાં નાગરિકોને મહેસુસ થાય છે જેના લીધે સિક્કા નગરપાલિકા ના વિસ્તારમાં વધુ પડતાં શ્વાસ દમના રોગીનીસંખ્યામાં પણ વધારો થયેલ જોવા મળે છે. પેટકોકનો વપરાસ પણ કંપની દ્વારા સરકારના તમામ નિયમને નેવે મૂકી ને કોઈ રોકટોક વગર સીધો ઉપયોગ માં લેવાઈ છે.

અગાઉ પણ આ એકમને ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા અવાર નવાર નોટિશ પાઠવેલ હોય પરંતુ તે અવગણીને એકમ માં કોઈ સુધાર હજુ સુધી કરેલ નથી. જેમાં એકમ બંધ કરવા સુચના હોવા છતાં પગલા લેવાયાના હોય સિક્કા નગરપાલિકામાં વસતા તમામ નાગરિકને કાયમ માટે મુશ્કેલીનો ભોગ બનવું પડે છે આથી આ અંગે પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular