જામનગર શહેર જિલ્લામાં હળવા ભારે વરસાદી ઝાપટાનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન જામજોધપુર તાલુકાના સમાણામાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે ધુનડા, ધ્રાફા, લાલપુર તાલુકાના મોટા ખડબા, જામનગરના અલિયાબાડા તથા જોડિયામાં પિઠડ ગામમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જયારે અન્ય વિસ્તારોમાં શ્રાવણના સરવડા જેવાં વરસાદી ઝાપટાઓ સમયાંતરે વરસતા રહ્યા હતાં. જિલ્લાના તાલુકામથકોએ આજે સવારે 6 વાગ્યા પૂરા થતાં છેલ્લાં 24 કલાક દરમ્યાન કાલાવડ 8મીમી, જામજોધપુર 10 મીમી, જામનગર 5 મીમી, જોડિયા 3 મીમી, ધ્રોલ 3 મીમી જયારે લાલપુરમાં 7 મીમી વરસાદ નોંધાયો હતો.
જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો કુલ 47 ટકા જેટલો વરસાદ જ નોંધાયો છે. આમ જિલ્લામાં હજુ પણ વરસાદની 53 ટકા ખાધ પ્રવર્તી રહી છે.
જામજોધપુરના સમાણામાં વરસ્યો સવા ઇંચ વરસાદ
જિલ્લાના અન્ય વિસ્તારોમાં શ્રાવણી સરવડા જેવા હળવા ભારે ઝાપટા યથાવત્ : જિલ્લામાં હજૂ 53 ટકા વરસાદની ખાધ