Thursday, January 16, 2025
Homeરાજ્યગુજરાતઘટતી જતી માછીમારી : કોંગ્રેસે વ્યકત કરી ચિંતા

ઘટતી જતી માછીમારી : કોંગ્રેસે વ્યકત કરી ચિંતા

ડિઝલના ભાવવધારાને કારણે માછીમારો પર 20 અબજ રૂપિયાનો બોજ

- Advertisement -

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મોઢવાડિયાનું નિવેદન: સતત વધી રહેલ ડીઝલના ભાવથી ગુજરાતના માછીમાર ઉધોગને મરણતોલ ફટકો પડી રહ્યો હોવાનું જણાવતાં ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા છેલ્લા 1 વર્ષમાં ડીઝલના ભાવમાં લિટરદીઠ રૂ. 3પનો અસહ્ય વધારો ઝીંક્વામાં આવ્યો છે. 1 નાની ફીશીંગ બોટને 1 સિઝનમાં ઓછામાં ઓછું 3,500 લિટર પેટ્રોલ-કેરોસીન અને મોટી બોટને 36,000 લિટર ડીઝલ જોઇએ. ગુજરાતમાં અત્યારે 25,000થી વધુ નાની, મોટી ફીશીંગ બોટ કાર્યરત છે. એટલે ગુજરાતમાં એક માછીમાર સિઝનમાં 54 કરોડ લિટર ડીઝલ વપરાય છે. એટલે ગુજરાતના માછીમાર ભાઈઓ પર એક સિઝનમાં ડીઝલના ભાવ વધારા રૂ. 2000 કરોડનો બોજો પડ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે ડીઝલની અસહ્ય રીતે વધેલ ભાવના કારણે એક બોટને એક રાઉન્ડમાટે લગભગ 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જે લગભગ ગત વર્ષ કરતા ડબલ છે. જેની સામે એક વર્ષમાં સમુદ્રી ઉત્પાદનોનાં ભાવમાં કોઇ વધારો થયો નથી. સરકારની આટલી ઉપેક્ષાનાં કારણે માછીમાર ભાઈઓ માછીમારીનો વ્યવસાય છોડવા માટે મજબુર થઇ રહ્યા છે. તેનો અંદાજો માત્ર એટલા ઉપરથી લગાવી શકાય. ગુજરાતમાંથી ચાલુ વર્ષે માત્ર 2.79 મિલિયન ટન જ સમુદ્રી ઉત્પાદનોની નિકાસ થઇ શકી છે. જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન ભાજપ સરકારની નીતિને કારણે ખાસ કરીને નાના માછીમારો (પીલાણા)ને મરણતોલ ફટકો પડેલ છે. ભાજપ સરકારે પીલાણાને અગાઉ અપાતા લાભો પણ બંધ કર્યા છે. પીલાણા ધારકોને કોંગ્રેસની સરકાર વખતે રૂપિયા 2 થી 18 સુધી પ્રતિ લિટરનાં ભાવે કેરોસીન અપાતું હતું. અત્યારે કેરોસીનનો બજાર ભાવ 100 રૂપિયા પ્રતિ લિટર છે. તેના ઉપર પ્રતિ લિટર 25 રૂપિયાની સબસીડી અપાય છે. પરંતુ માછીમાર ભાઈઓએ પેટ્રોલ વાપરવું વધુ અનુકુળ પડે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular