Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલોકપ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યમંત્રીનો લોક દરબાર

લોકપ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યમંત્રીનો લોક દરબાર

લોક દરબારના માધ્યમથી નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ દ્વારા સાચા જનપ્રતિનિધિ તરીકેનું દાયિત્વ નિર્વાહ કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ

- Advertisement -

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્યમંત્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લોક દરબારમાં ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.મંત્રીએ લોક પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ સૂચનાઓ આપી હતી અને લોકોના પ્રશ્નોને સહ્રદયી ભાવે સાંભળી તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી દ્વારા જાહેર જનતા સાથે સંવાદ સેતુ સાધવા સમયાંતરે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જેમાં બહોળી સંખ્યામાં જામનગર જિલ્લા તથા શહેરના નાગરિકો ઉપસ્થિત રહી મંત્રી સાથે પોતાના પ્રશ્નો તથા રજૂઆતો બાબતે રૂબરૂ ચર્ચા કરે છે.લોક લાગણીને વાચા મળે, લોકપ્રશ્નોનું તત્કાલ નિવારણ થાય એ જનપ્રતિનિધિનું કર્તવ્ય છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જનપ્રતિનિધિ તરીકેના દાયિત્વના નિર્વહન કરવા માટે સમયાંતરે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે.ત્યારે મંત્રી દ્વારા યોજાતા આ લોકદરબાર જનતા અને સરકાર વચ્ચેનો સાચો સેતુ સાબિત થઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular