વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના નવા વેરિએન્ટ Mu માં રસી પ્રતિકારના સંભવિત લક્ષણો જોવા મળ્યા છે. વાયરસના નવા સ્વરૂપને ‘વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ની શ્રેણીમાં રાખ્યું છે અને કહ્યું છે કે તેની નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર આરોગ્ય સંગઠને મંગળવારે સાપ્તાહિક બુલેટિનમાં આ વાત કરી હતી.
Mu ને તેના વૈજ્ઞાનિક નામ B.1.621 થી પણ ઓળખવામાં આવે છે. તેને 30 ઓગસ્ટે ડબ્લ્યુએચઓની દેખરેખ લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું અને તે ઘણા મ્યૂટેશનથી બનેલું છે. જે ઇમ્યૂનને ચકમો આપવાની ક્ષમતા તરફ ઇશારો કરે છે. સાથે જ કહેવામાં આવ્યું કે, મ્યૂટેશનની વ્યાપકતાને યોગ્ય મહત્વ આપવું જોઇએ. કેમ કે, બધા દેશો પાસે યોગ્ય સિક્વન્સિંગ સિસ્ટમ નથી.
યુએન એજન્સીએ સ્પષ્ટ કર્યું કે, ઇમ્યૂનને ચકમો આપવાની ક્ષમતા અને વેક્સિન પ્રતિકારને લઇને વધુ શોધની જરૂર છે.
ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, આ પ્રકારના ફેનોટાઇપિક અને ક્લિનિકલ વિશેષતાઓને સમજવા માટે વધુ અભ્યાસની જરૂર છે. સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, શરૂઆતનો ડેટા બતાવે છે કે Mu તે પ્રકારનો વ્યવહાર બતાવ્યો છે, જેવું બીટા વેરિએન્ટે સાઉથ આફ્રીકામાં મળવા પર બતાવ્યું હતું.
જાન્યુઆરી 2021માં કોલંબિયામાં Mu વેરિએન્ટની પ્રથમ ઓળખ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા અને યુરોપમાં તેના મોટા ફેલાવાના અહેવાલો છે.