ઓખામંડળના આરંભડા સીમ વિસ્તારમાં આંબેડકર સોસાયટી ખાતે રહેતી અને સામતભાઈ માલદેભાઈ સિંગરખીયાની 34 વર્ષીય પરિણીત પુત્રી શાંતીબેન દિનેશભાઈ વાલજીભાઈ થારુને તેનીના લગ્ન જીવન દરમિયાન રાજકોટમાં પ્રકાશનગર વિસ્તારમાં રહેતા પતિ દિનેશ વાલજીભાઈ થારુ સાસુ ભચીબેન, તથા ચંદ્રેશ વાલજી થારુ નામના ત્રણ સાસરીયાઓ દ્વારા લગ્નજીવન દરમિયાન તેણીને અવારનવાર શારિરીક તથા માનસિક ત્રાસ આપી, “તું મેલીવિદ્યા જાણે છે અને તે તારા સસરાને મેલી વિદ્યાથી મારી નાખેલ છે”- તેમ કહી અવાર નવાર વિવિધ પ્રકારના મેણા ટોણા મારી અને દારૂ પીવાની કુટેવ ધરાવતા પતિ દિનેશ દ્વારા અવારનવાર ઝઘડો કરી, “તું જોઈતી નથી. માવતરે જાવા દે”- તેમ કહી, તેણીને ત્રાસ આપી, પુત્ર સાથે ઘરમાંથી કાઢી મુક્યાની ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે ત્રણેય સાસરીયાઓ સામે આઇ.પી.સી. કલમ 498(એ), 323 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.