Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારે વરસાદના પરિણામે દહેરાદુન-ઋષિકેશ હાઈવે પર બ્રીજ તુટ્યો, જુઓ દ્રશ્યો

ભારે વરસાદના પરિણામે દહેરાદુન-ઋષિકેશ હાઈવે પર બ્રીજ તુટ્યો, જુઓ દ્રશ્યો

- Advertisement -

ઉત્તરાખંડમાં ભારે વરસાદના પરિણામે અનેક જગ્યાએ નુકશાન થયું છે. વરસાદના કારણે નદી નાળાંઓ છલકાયા છે. આજે ઋષિકેશ-દહેરાદૂન હાઇવે પર જખાણ નદી પર બનેલા પુલનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. પુલ તૂટી પડતા બે નાના માલ વાહનો અને એક કાર પાણીમાં તણાયા હતા. આ દરમિયાન કારમાં સવાર એક વ્યક્તિ ઘાયલ થયો હતો. તે જ સમયે, બ્રિજનો બીજો ભાગ બપોરે તૂટી પડ્યો હતો.

- Advertisement -

એસડીએમ ડોઇવાલા લક્ષ્મી રાજ ચૌહાણે જણાવ્યું હતું કે પાણીના વધુ પ્રવાહને કારણે રાનીપોખરી જખાણ નદીનો પુલ વચ્ચેથી તૂટી ગયો છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા કેટલાક વાહનો નીચે પડી ગયા હતા. હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ આવ્યા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular