મુળ રાજકોટ જીલ્લાના કોટડા સાગાણી તાલુકાના નોંધણચોરા ગામના રહીશ ફરીયાદીની સગીર પુત્રીનું મુરીલા ગામના પાદરમાંથી જેતપુર તાલુકાના દેરડીધારા ગામના પ્રવીણ ઉર્ફે પરબત જોરા વાડોદરીયા તથા તેનો ભાઇ વિક્રમ જોરા વાડોદરીયા પોતાની બાઇક લઇને મુરીલાના પાદરમાં આવીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી જઇ મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી પ્રવિણના પિતા જોરા ધનજીએ મદદગારી કરી હતી. જેથી પરબત જોરા તથા વીક્રમ જોરા નામના બંન્ને શખ્સો તરૂણીને માંગરોળની બાજુમાં આવેલ ગામ પાસેના જંગલ જેવા વિસ્તારમાં લઇ જઇ બળજબરીથી બાંધી રાખી હતી. આ બનાવમાં તરૂણીના પિતાએ કાલાવડ પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી હતી. આ દુષ્કર્મનો કેસમાં ન્યાયાધીશ કે.આર.રબારીની અદાલતમાં ચાલી જતાં સરકારી વકીલ મુકેશ.પી.જાનીની વિસ્તૃત અને ધારદાર દલીલો તથા રજુ કરેલ પુરાવા અને લેખીત દલીલમાં એવું જણાવેલ કે ડોકટરે તરૂણીનું મેડીકલ ચેકઅપ કરતા પુછપરછ કરતા જે હકીકત દુષ્કર્મ થયાની હકિકત સામે આવી હતી. તેમજ ભોગ બનનારનો મેડિકલ રીપોર્ટ અને બનાવ સમયે ઉંમર 17 વર્ષ હોવાનો હોસ્પિટલોનો રેડીયોલોજી રીપોર્ટ અદાલત દ્વારા ધ્યાને લેવામાં આવી હતી.
આ કેસમાં સરકારી વકિલ દ્વારા રજુ કરાયેલાં પુરાવાઓ અને ધારદાર દલીલોને માન્ય રાખી આરોપી પ્રવીણ ઉર્ફે પરબત જોરાભાઇ વાડોદરીયાને તકશીરવાન ઠેરવી જુદી-જુદી ત્રણ કલમો હેઠળ 10 વર્ષની સજા અને 51,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.