દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાયબર ક્રાઇમ સેલને ઉત્કૃષ્ટ કામગીરી બદલ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રીજીવાર સાયબર કોપ ઓફ ધી મન્થ એવોર્ડ મળેલ છે.આ એવોર્ડ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષકની હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલને ચાઇલ્ડ પોર્નોગ્રાફી તથા સોશીયલ મીડીયા રીલેટેડ ગુન્હાના ડીટેકશન બાબતે પીએસઆઇ પી. સી. શીંગરખીયા, હેડ કોન્સ્ટેબલ ધરણાંત ખીમાભાઇ બંધિયા, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ અરજણભાઇ કેશરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ સહિતના સ્ટાફને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષકના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરવામા આવ્યો હતો.