રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આવતીકાલે જન્મજયંતિ છે. તેમની 125મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત રાજ્યકક્ષાની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન તા.23ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર, વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની રૂપારેલીયા કૃતમાલાએ જિલ્લા કક્ષાની 35 વર્ષથી વધુ વયના કલાકારોની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી જામનગરનું ગૌરવ વધાર્યું છે.