Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરથી બેંગલરું અને હૈદરાબાદ માટેની ફલાઇટ આજથી શરૂ

જામનગરથી બેંગલરું અને હૈદરાબાદ માટેની ફલાઇટ આજથી શરૂ

ઉડાન યોજના અંતર્ગત એર કનેક્ટિવિટીના માધ્યમથી જામનગરના નાગરિકો સીધા દક્ષીણ ભારતના પ્રવાસે જઇ શકાશે : સાંસદ પુનમબેન માડમ

- Advertisement -

સ્ટાર એર દ્વારા જામનગર, બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ટાયર -2 અને ટાયર -3 શહેરોને જોડવાના તેના પ્રયત્નોને ધ્યાનમાં રાખીને સ્ટાર એર ભારતની પ્રથમ એરલાઈન બનશે જે જામનગર, હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ્સનું સંચાલન કરશે.  આ સેવા હજારો લોકોની મુસાફરીને ઝડપી અને સરળ બનાવીને સલામત અને અનુકૂળ મુસાફરી કરવામાં મદદ કરશે.

- Advertisement -

 જામનગર સુધી તેની કામગીરી વિસ્તૃત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ, સ્ટાર એર નાગપુર અને અન્ય શહેરોમાં તેનો વ્યવસાય વધારવાનો પ્રયાસ કરશે.  સ્ટાર એર દ્વારા અત્યારે અમદાવાદ સહિતના ભારતના 15 સ્થળો અજમેર, બેંગલુરુ, બેલાગવી, દિલ્હી (હિંડન), હુબલી, ઇન્દોર, જોધપુર, કલાબુર્ગી, મુંબઈ,નાસિક, સુરત, તિરુપતિ, જામનગર અને હૈદરાબાદમાં સુનિશ્ચિત ફ્લાઇટ સેવાઓની ઓફર કરાઈ રહી છે.   

“જામનગર, હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચેનો નવો રૂટ મુસાફરોનો સમય બચાવશે અને પણ સગવડ વધારશે. સ્ટાર એરની મીડિયા કોમ્યુનિકેશન્સ ટીમે જણાવ્યું છે કે સૌથી વાજબી કિંમતે શ્રેષ્ઠ ઉડ્ડયન સેવાઓ આપવા માટે સમર્પિત છીએ. સ્ટાર એર આ શહેરો વચ્ચે પ્રથમ સીધી ફ્લાઇટ ચલાવવા માટે ગર્વ અનુભવે છે.સ્ટાર એર પ્રારંભિક ભાડું INR 3,699/- જાહેર કરીને તેના નવા હવાઈ માર્ગના લોન્ચિંગની ઉજવણી કરી રહી છેદર મંગળવાર, ગુરુવાર અને શનિવારે ફ્લાઇટ્સ ચલાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular