જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,000 ની કિંમતની દારૂની 20 બોટલો સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરના દિ.પ્લોટ 15 ના મુખ્ય રોડ પરથી પસાર થતા એક શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની બીજા ઢાળિયા પાસે બ્લોક નં.એમ-01 અને રૂમ નં.2193 માં રહેતા સુરેશ ઉર્ફે સાંઈ ગીરધરલાલ શર્મા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ બી.એસ વાળા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.10,000 ની કિંમતની દારૂની 20 બોટલો મળી આવતા પોલીસે દારૂ સાથે સુરેશની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના અસરફ ઉર્ફે જમુ કાસમ બ્લોચ પાસેથી ખરીદ્યાની કેફીયત આપતા પોલીસે બન્ને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 15 ના રોડ પરથી પસાર થતા હિત જગદીશ આસર નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા જેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પૂછપરછ હાથ ધરતા જય નંદાની સંડોવણી ખુલ્લી હતી. જેથી પોલીસે બન્ને શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જામનગરની સાધનાકોલોનીમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
રહેણાંક મકાનમાંથી 20 બોટલ દારૂ કબ્જે : સપ્લાયરનું નામ ખુલ્યું : દિ.પ્લોટમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો : સપ્લાયરની સંડોવણી ખુલ્લી