કમિશન વધારવાની માંગણી સાથે ગત 12 ઓગષ્ટથી રાજય ભરના પેટ્રોલિયમ ડિલર્સ દ્વારા શરૂ કરવામાં આવેલો નો-પરચેઝ અભિયાન સતત ત્રીજા ગુરૂવારે યથાવત રહ્યું છે. જામનગર સહિત રાજયના 4,000 જેટલા પેટ્રોલપંપ ડિલરો આજે ઓઇલ કંપનીઓ પાસેથી પેટ્રોલ-ડિઝલની ખરીદી નહીં કરે. તેમજ પોતાના પેટ્રોલ પંપ પરથી બપોરે 1 થી ર વાગ્યા દરમ્યાન સીએનજીનું વેચાણ પણ નહીં કરે.
પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ધીમંત ઘેલાણીના જણાવ્યા અનુસાર અમારા ફેડરેશન તરફ થી પેટ્રોલ તથા ડિઝલ અને CNG ના કમિશન વધાર વા માટે 12.08.2021 થી અભિયાન ચાલુ કરેલ છે જેમા દર ગુરુવાર પેટ્રોલ ડિઝલ ખરીદી નહી કરીએ તેમજ ઈગૠ 1 વાગ્યા થી 2 વાગ્યા સુધી વેચાણ બંધ રાખીશુ. આ પ્રકારનુ અમારૂં આંદોલન 12 ઓગષ્ટથી ચાલુ થયુ છે જે 12 તારીખ પછી અમો એ 19.08ના રોજ પણ કર્યુ પરંતુ હજી સુધી ઓઈલ કંપની તરફ થી અમને કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી માટે તારીખ 26ના રોજ પણ સમગ્ર ગુજરાત રાજ્ય ના 4000 પેટ્રોલ પંપ ના ડીલરો પેટ્રોલ તથા ડિઝલ ની ખરીદી નહી કરે અને ગુજરાત ના તમામ CNG પમ્પ થી બપોરે 1 વાગ્યા થી 2 વાગયા સુધી વેચાણ બંધ રાખી અમો અમારો વિરોધ નોંધાવીશુ.