Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીય37મી પ્રગતિ બેઠક-8 યોજના-14 રાજયો-યોજનાઓનો કુલ ખર્ચ રૂા.1,26,000 કરોડ

37મી પ્રગતિ બેઠક-8 યોજના-14 રાજયો-યોજનાઓનો કુલ ખર્ચ રૂા.1,26,000 કરોડ

બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું: કામો ઝડપથી પૂર્ણ કરવા પર ધ્યાન આપો

- Advertisement -

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 37 મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) એ જણાવ્યું હતું કે બેઠકમાં આઠ પ્રોજેક્ટ અને એક યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. 14 રાજ્યો સાથે સંબંધિત આ આઠ પ્રોજેક્ટ્સની કુલ કિંમત રૂા.1,26,000 કરોડ છે. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો.

- Advertisement -

પીએમઓએ કહ્યું કે બેઠક દરમિયાન વડાપ્રધાને વન નેશન વન રેશન કાર્ડ યોજનાની સમીક્ષા કરી. આ દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને આ યોજના હેઠળ વિકસિત ટેકનોલોજી પ્લેટફોર્મની બહુવિધ ઉપયોગિતાઓ શોધવા માટે નિર્દેશ આપ્યો કે દેશના નાગરિકોને આ યોજનાનો વ્યાપક લાભ મળી રહ્યો છે.

વડા પ્રધાન મોદીએ બેઠક દરમિયાન રાજ્યોના અધિકારીઓને ઓક્સિજન પ્લાન્ટના નિર્માણ અને હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા પર નજર રાખવા પણ નિર્દેશ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular