કોરોના વાયરસની મહામારીના પરિણામે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ હતું. ત્યારે આજે રોજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ જણાવ્યું છે કે રાજ્યમાં ધો.6 થી 8ના વર્ગો શરુ કરવામાં આવશે. પરિણામે 32લાખ જેટલા વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણકાર્ય શરુ થશે.
2સપ્ટેબરથી રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ શરુ થશે. 50% વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે શાળાઓ ખોલી શકાશે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડીસ્ટનસના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ રહેશે તેમ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્યમાં અગાઉ ધો.9થી12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાતમાંથી કોરોના વિદાય લઇ રહ્યો છે તેવામાં ધો.6થી8ણી શાળાઓ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.