Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરપુત્રને ત્યા અમદાવાદ રોકાવા ગયેલા પ્રોઢના મકાનમાંથી ચોરી

પુત્રને ત્યા અમદાવાદ રોકાવા ગયેલા પ્રોઢના મકાનમાંથી ચોરી

હરિયા સ્કુલ રોડ પરના વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા: દરવાજાનો નકુચો તોડી રૂા.1.40 લાખની માલમતા ઉસેડી ગયાં : પોલીસ દ્વારા ગુના શોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ભેદ ઉકેલવા તપાસ

- Advertisement -

જામનગર શહેરના ઉદ્યોગનગર નજીક જૈન દેરાસર પાસેના વિસ્તારમાં રહેતાં પ્રોઢ અમદાવાદ તેના પુત્રના ઘરે રોકાવા ગયા હતા તે દરમ્યાન પાછળથી તસ્કરોએ મકાનના તાળા તોડી કબાટમાંથી સોનાની ત્રણ ગ્રામની વિટી અને હાર તેમજ બુટી તથા બ્રેસલેટ અને રોકડ રકમ મળી કુલ રૂા.1.40 લાખની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ બનાવ અંગે વિગત મુજબ, જામનગર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં હરિયા સ્કૂલ રોડપર જૈન દેરાસર પાસેના શુભ આવાસ એપાર્ટમેન્ટ સામેના વિસ્તારમાં રહેતાં ભરત કાંતિલાલ કારિયા નામના પ્રોઢ ગત તારીખ 31 જૂલાઇના રોજ તેના અમદાવાદ રહેતાં મોટા પુત્રના ઘરે રોકાવા ગયા હતા. 20 દિવસબાદ અમદાવાદથી પરત ફરતાં પ્રોઢના ઘરમાં ડેલી ટપી મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રહેલાં કબાટમાંથી રૂા.10,066ની કિંમતની ત્રણ ગ્રામની સોનાની વિટી અને રૂા.48,859ની કિંમતનો 16 ગ્રામના વજનનો સોનોનો હાર અને કાનની બુંટી તથા 19,914ની કિંમતનો 16 ગ્રામનું સોનાનું બ્રેસલેટ તેમજ રૂા.3250ની કિંમતના ચાંદીના સાંકળા તથા રૂા.53824ની કિંમતનો 15 ગ્રામનો સોનાનો ચેઇન અને રૂા.5000ની રોકડ રકમ સહિત કુલ રૂા.1,40,913ની કિંમતની માલમતાની તસ્કરો ચોરી કરી ગયા હતાં.

ચોરીની જાણ કરતાં પીએસઆઇ એસ.એમ.સિસોદિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુન્હા શોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનોનોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular