સૌરાષ્ટ્રના સમસ્ત બ્રહ્મ સમાજના ત્રણ જિલ્લાઓના નવા પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સદસ્યોની ચૂંટણી માટેની વિધિવત જાહેરાત ચૂંટણી અધિકારી ડો. અનિલ મહેતા દ્વારા કરવામાં આવી છે.
જેમાં મોરબી જિલ્લાની ચૂંટણી આજરોજ વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ચૂંટણી આવતીકાલે બુધવારે સવારે 11 વાગે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી ઔદિચ્ય જ્ઞાતિની વાડી ખાતે સવારે 11વાગ્યે યોજવામાં આવી છે.
જ્યારે જામનગરના હોદ્દેદારોની ચૂંટણી તા. 25 ના રોજ સાંજે 4:30 વાગ્યે ખોડીયાર કોલોની ખાતે આવેલા રાજય પુરોહિત વિદ્યાર્થી ભવન ખાતે થશે.
વર્ષ 2021 થી 2023 સુધીના સમયગાળા માટેની આ ચૂંટણી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના તમામ સદસ્યો, આજીવન સભ્યો, શુભેચ્છક સભ્યોએ પોતાના આધારકાર્ડ, ચુંટણીકાર્ડ સાથે જે તે ચૂંટણીના સ્થળે પધારવા એક યાદીમાં જણાવાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના બ્રહ્મ સમાજના હોદ્દેદારોની થશે ચૂંટણી
જામનગરના હોદ્દેદારોની ચૂંટણી તા.25ના રોજ યોજાશે