ધ્રોલ-લતીપર ધોરીમાર્ગ પર હરીપર નર્સરી નજીકથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી કારે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા વૃધ્ધને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના ભેંસદડ ગામમાં રહેતાં પરષોતમભાઈ દામજીભાઈ ચોટલિયા (ઉ.વ.68) નામના વૃધ્ધ સોમવારે સવારના સમયે હરીપર નર્સરીથી ભેંસદડ તેમના ગામ તરફ તેની જીજે-05-એચએ-0133 નંબરના બાઈક પર જતાં હતાં ત્યારે નર્સરીથી થોડે દૂર પહોંચ્યા તે સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-ડીએ-5863 નંબરની કારના ચાલકે બાઈકસવારને ઠોકર મારી હડફેટે લેતા વૃદ્ધ પરષોતમભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભત્રીજા હરીલાલના નિવેદનના આધારે કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રોલ નજીક પૂરઝડપે આવતી કારે ઠોકર મારતા બાઈકસવારનું મોત
હરીપર નર્સરીથી ઘર તરફ જતાં અકસ્માત: ગંભીર ઈજા પહોંચતા વૃધ્ધનું ઘટનાસ્થળે મૃત્યુ : કારચાલક વિરુધ્ધ કાર્યવાહી