રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. દક્ષીણ ગુજરાતના અમુક ભાગોમાં સારો વરસાદ પડ્યો છે. પરંતુ મેઘરાજાએ વિરામ લેતા સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ખેંચ છે. પરિણામે પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર છે. અને વરસાદ નહી પડે તો ખેડૂતોનું વર્ષ વર્ષ બરબાદ થશે તેવી ભીતિ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદની ઘટ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી (ambalal patel forecast) કરતાં જણાવ્યું છે કે 28 ઓગસ્ટના રોજ સામાન્ય વરસાદ રહેશે. ત્યારબાદ 30 ઓગસ્ટથી 8સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના અનેક જીલ્લાઓમાં સારો વરસાદ રહેશે.
બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થતાં આ વહન ઉત્તર ભારત તરફ ફંટાઈ જાય છે. અરબસાગરમાં વરસાદી સીસ્ટમ સક્રિય થઇ ન હોવાથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે અંબાલાલ પટેલે ( ambalal patel forecast ) જણાવ્યું છે કે તા.25ના રોજ વરસાદી ઝાપટાં તો 28ઓગસ્ટના રોજ રાજ્યમાં સામાન્ય વરસાદના યોગ છે. રાજ્યના નવસારી, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર, ડેડીયાપાડામાં વારસદ થઇ શકે છે. તો 30ઓગસ્ટથી 5સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર સહીતના ભાગોમાં સારો વરસાદ થશે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થતો આ વરસાદ ખેડુતોના પાકો માટે સારો ગણાતો નથી છતાં પણ ભેજ ટકી રહે તે ઉપરાંત 15 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે વરસાદના યોગ છે. વરસાદ હજુ ગયો તો નથી પરંતુ સાર્વત્રિક વરસાદના યોગ બને તેવી હજુ શક્યતા નથી.
રાજ્યમાં 46% વરસાદની ઘટ છે. રાજ્યના 207 જળાશયોમાં 47.75 ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 45.51 ટકા જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં માત્ર 23.97 ટકા પાણીનો જથ્થો છે.
આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે રાજ્યમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. નર્મદા ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40 ટકા જેટલો પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60 ટકા જેટલો પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો 17 ડેમોમાં 42 ટકા પાણીનો સંગ્રહ છે.