જામજોધપુર નજીકથી પસાર થતી બસ આડે ખુંટીયો આવી જતાં ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો અને અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને જામજોધપુરની હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યાં હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર નજીકથી પસાર થતી મીની બસને માર્ગ આડે ખુંટીયો આવી જતાં બસચાલકે કાબુ ગુમાવતા ખુંટીયા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મુસાફર અને બસચાલકને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં બસની આગળના ભાગનો ભૂકકો બોલી ગયો હતો જેના કારણે ચાલકનો પગ ફસાઈ ગયો હતો. અકસ્માતના બનાવની જાણના આધારે 108 એમ્બ્યુલન્સના ઈએમટી સાગર સોલંકી અને પાયલોટ ગોપાલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. અને ઈજાગ્રસ્તને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, મીની બસનો આગળના ભાગનો ભૂકકો બોલી ગયો હતો બસ સાથે અથડાયેલા ખુંટીયાને ગંભીર ઈજા પહોંચી હતી. બસને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવામાં આવી હતી.
જામજોધપુર નજીક ધડાકાભેર ખુંટીયો બસ સાથે અથડાતા અકસ્માત
બસ ચાલક સહિત બે વ્યક્તિને ઈજા : બસને બહાર કાઢવા ક્રેઈનની મદદ : ખુંટીયો ગંભીર રીતે ઘવાયો