રાષ્ટ્રીય મહિલા આયોગનાં સભ્ય ડો.રાજુલબેન દેસાઈ તા.23-8-2021 થી તા.28.8.2021 સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તા.24ના રોજ તેઓ જામનગરના ’સખી’ વન સ્ટોપ સેન્ટર અને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની મુલાકાત લેશે અને આશ્રિત મહીલાઓ સાથે તેમની સમસ્યાઓ બાબતે ચર્ચા કરશે. ત્યારબાદ નારી શક્તિ સંમેલનમાં મહિલાઓને આયોગની કામગીરી અને મહિલા કલ્યાણલક્ષી કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ બાબતે માહિતગાર કરશે. સભ્ય કલેકટર, પોલીસ અધિક્ષક અને અન્ય જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે, મહિલાઓ સાથે થતા અપરાધો અને મહિલા કલ્યાણ ક્ષેત્રે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની સમીક્ષા કરશે.