Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પાંચ જૂગારદરોડામાં નવ મહિલા સહિત 28 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં પાંચ જૂગારદરોડામાં નવ મહિલા સહિત 28 શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના એલઆઈજી આવાસમાં બ્લોક નં.બી – 1 ના રૂમ નં.704 મા તીનપતિનો જૂગાર રમતા ચાર મહિલા સહિત સાત શખ્સોને રૂા.33,200 ની રોકડ રકમ સાથે પોલીસ ઝડપી લીધા હતાં. જોડિયા તાલુકાના આણદા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખસોને રૂા.20,230 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.55,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના ચેલા ગામમાંથી જૂગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,340 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોડિયા તાલુકાના ભાદરા ગામ નજીક જાહેરમાં જૂગાર રમતા બે મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.4780 નીરોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના એલઆઈજી આવાસમાં બ્લોક નં. બી-1 ના રૂમ નં.704 માં રહેતા મનિષ મનસુખ ખાખરિયા તેના ઘરમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન મનિષ ખાખરિયા, અંશ જેન્તીલાલ ગુટકા, યુવરાજસિંહ પ્રવિણસિંહ વાઢેર અને ચાર મહિલા સહિત સાત શખ્સોને રૂા.33,200 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડો, જોડિયા તાલુકાના આણદા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા કમા નાજા ઝાપડા, વીહા વજા વકાતર, મુન્ના નોંધા વકાતર, ભરત પરશોતમ ગડારા, બળદેવ ઓધવજી નંદાસરા, વસતા વિશા ઝૂંઝા, રાજેશ ઉર્ફે જગો બીજલ ઝાપડા સહિતના સાત શખ્સોને રૂા.20,230 ની રોકડ રકમ અને રૂા.100 ની ટોર્ચ સહિત રૂા.20,330 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા વલ્લભ સંગરામ મદારિયા, કૈલાશ ગગજી મકવાણા, ચીરાગ લતી ભીમાણી, બંસી બીપીન ગોસ્વામી નામના ચાર શખ્સોને રૂા.13,370 ની રોકડ રકમ અને સાત હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન તેમજ રૂા.35,000 ની કિંમતની બે બાઈક સહિત રૂા.55,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો, જામનગર તાલુકાના ચેલા ગામમાંથી જૂગાર રમતા હર્શિલસિંહ મહેન્દ્રસિંહ ભટ્ટી, ભાવેશ કલ્યાણજી પરમાર તથા ત્રણ મહિલા સહિત પાંચ શખસોને રૂા.10,340 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

પાંચમો દરોડો, જોડિયા તાલુકાના ભાદરા ગામ નજીક જાહેરમાં જૂગાર રમતા રમેશ ટપુ પરમાર, ગણેશ ભીખા સોંદરવા, કેશુ પોલા સોંદરવા અને બે મહિલા સહિત સહિત પાંચ શખ્સોને રૂા.4780 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગનળી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular